વિશ્વવિખ્યાત નવરાત્રિ પર્વને લઈ વડોદરા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે, શાંતિપૂર્ણ નવરાત્રિ પર્વ ઉજવાય તે માટે પોલીસ બની સજ્જ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે તૈયાર કરી નવી એસઓપી, નવરાત્રિ પર્વમાં પોલીસ ગોઠવશે ચાંપતો બંદોબસ્ત અને ગરબા સ્થળો પર પણ મહિલા પોલીસ પરંપરાગત વસ્ત્રોમાં રહેશે તૈનાત સાથે સાથે ગરબા આયોજકો સાથે બેઠક કરી હેલ્પ ડેક્સ પણ શરૂ કરવામાં આવશે તેવો પ્લાન પોલીસે કર્યો છે.
નવરાત્રિ સમયે ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય છે
ઉત્સવપ્રીય નગરીમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવના કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યા છે. રાત્રી બીફોર નવરાત્રિના ઢોલ ઢબુકી ચુક્યા છે. નવરાત્રિ પર્વના આ ૧૦ દિવસ શહેરમાં ગરબા પુરા થયાં પછી પણ અડધી રાત સુધી રાજમાર્ગો ઉપર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. દિવસ કરતાં રાતની ટ્રાફિકની સમસ્યા શહેર પોલીસ તંત્ર માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી અથવા કેન્દ્રીય નેતાઓ ગરબા મેદાન ઉપર આરતી કરવા માટે આવતા હોય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા જે રીતે આગમન પૂર્વેના રિહર્સલથી લઈને વિદાય થતાં સુધી જે રીતે ટ્રાફીકનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
વડોદરા શહેરની વસ્તી અંદાજે ૨૨ લાખની છે
૨૨૦.૩૩ સ્ક્વેયર કિલોમીટરમાં વિસ્તરેલાં શહેરમાં ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલરની સંખ્યા ૨૦ લાખને આંબી ચુકી છે. નવરાત્રિ મહોત્સવને બાદ કરતાં આખા વર્ષ દરમિયાન ૩૬૫ દિવસ ટ્રાફીકની સમસ્યા રહે છે. નવરાત્રીના ૯ દિવસ આ સમસ્યા દિવસ કરતાં રાતે વધુ વકરે છે. વડોદરા શહેર ટ્રાફીક પોલીસ તંત્રના ટ્રાફીક પોલીસ વિભાગમાં 2 ડી.સી.પી., 2 એ.સી.પી., 12 પી.આઈ. અને 440 પોલીસનું મહેકમ છે. ટ્રાફિક નિયમન માટે ૮૫૦ જેટલા ટ્રાફીક બ્રિગેડના જવાનો ટ્રાફીક પોઈન્ટ ઉપર ફરજ બજાવે છે. શહેરમાં ટ્રાફીક નિયમન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવવાની જવાબદારી લોકલ પોલીસની પણ છે. ગરબા આયોજકો સાથે સંકલનમાં રહીને માઈક્રો પ્લાનિંગ કરવાની સમયની માગ છે.









