સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોને ખાસ અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મોટા ગરબા આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોની બાબતમાં જરાય ઢીલાશ કે બેદરકારી દાખવવી જોઈએ નહીં. ખેલૈયાઓ અને નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવાથી તમામ આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું અક્ષરશઃ પાલન કરવું અનિવાર્ય છે.

દિવાળીમાં શ્રમિકો માટે GSRTCની ખાસ વ્યવસ્થા

સુરતમાં રોજગારી અર્થે વસેલા શ્રમિકો પોતાના વતન જઈને પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર અને GSRTC દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025માં એસટી નિગમ દ્વારા 1259 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં 450 બસો સીધી 'ઘરથી ગામડા સુધી'ની હતી. આ સફળ આયોજનના આધારે આ વર્ષે પણ શ્રમિકો અને મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ ગુજરાતના રૂટ પર 1600 એક્સ્ટ્રા બસો

આ વખતે દિવાળીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોડાદરા અને નિઝર સહિતના વિવિધ રૂટો પર કુલ 1600 વધારાની બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને પંચમહાલ તરફ જતાં મુસાફરોની સંખ્યા વધુ હોય છે, જેથી આ રૂટો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. GSRTC દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હજારો શ્રમિક પરિવાર સરળતાથી પોતાના વતન પહોંચી શકશે.

Navratri 2026: DyCM Harsh Sanghavi: Fire Safety Warning 1600 Extra GSRTC Buses for Diwali

મુસાફરોને એડવાન્સ બુકિંગ કરાવવા ખાસ અપીલ

મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને એડવાન્સ બુકિંગ કરાવવા ખાસ વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, એડવાન્સ બુકિંગના આંકડા પરથી એસટી નિગમને ખ્યાલ આવશે કે હજુ કેટલી વધારાની બસોની જરૂરિયાત છે. જો મુસાફરોની સંખ્યા વધશે તો તે મુજબ વધુ બસોની વ્યવસ્થા પણ તાત્કાલિક કરવામાં આવશે.


આ પણ વાંચો: Surat: આખા ગુજરાતના CCTV કેમેરા હવે એક જ સ્ટેજ પર જોડાશે; ગુનેગારોની દરેક હિલચાલ પર રહેશે બાજ નજર