નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.
17 અને 18 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત
અમને રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓના ફોટોઝ અને વીડિયો મળી રહ્યા છે જેમાંથી વિજેતાઓની પસંદગી કરાય છે. આજે 17 અને 18 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત કરાઇ છે.પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલનારા શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર કરી રહ્યા છીએ જે તમને વધુ પ્રાત્સાહન આપશે.
17 ઓક્ટોબરના વિજેતામાં બેસ્ટ ડ્રેસ્ડ વિજેતા તરીકે સિદ જયદિપ વિરોજા અને વેનિશા મોદી એન્ડ ગ્રુપની પસંદગી કરાઈ છે, તેમને અભિનંદન
https://www.instagram.com/reel/Deoka2fDURY/?utm_source=ig_web_copy_link&obrf=MzRlODBiNWFlZA%3D%3D&srtk=MzRlODBiNWFlZA%3D%3D
જ્યારે 18 ઓક્ટોબરના બેસ્ટ ડ્રેસ્ડ વિજેતા તરીકે વિજેતામાં પ્રિન્સી પટેલ અને ક્રિએટિવીટીમાં સ્થાપત્ય બ્લિસ સોસાયટીની પસંદગી કરાઈ છે. તેમને અભિનંદન
વધુ એક ખુશીના સમાચાર
ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે