ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલનું નવસારી સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, આ સ્વાગત સમારોહ દરમિયાન સ્થાનિક નેતાઓ વચ્ચે આંતરિક નારાજગીનો મામલો સપાટી પર આવતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે.મંત્રી નરેશ પટેલના સ્વાગત માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ ભવ્ય સ્વાગતની તસવીરો લેવાતી વખતે જ વિવાદ થયો હતો.


નવસારીમાં મંત્રી નરેશ પટેલનું ભવ્ય સ્વાગત

જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે જાહેર મંચ પર જ જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહને ફોટો ફ્રેમમાં ન લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહી દેતાં નારાજગી સામે આવી હતી. આ પરિસ્થિતિમાં જિલ્લા અધ્યક્ષ ભૂરાલાલ શાહે વિનમ્રતા દાખવતા કહ્યું કે, "હું વચ્ચે નહીં આવું" અને તેઓ જાતે જ ફ્રેમમાંથી બહાર રહ્યા હતા.મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ અને ધારાસભ્ય આર.સી. પટેલ મંચ પર સાથે રહ્યા હતા, પરંતુ જિલ્લા અધ્યક્ષ ભૂરાલાલ શાહને ફોટો સેશનથી દૂર રહેવું પડ્યું હતું.

ધારાસભ્ય આર.સી.પટેલની નારાજગી

ધારાસભ્ય આર.સી. પટેલ અને જિલ્લા અધ્યક્ષ ભૂરાલાલ શાહ વચ્ચેની આ સ્પષ્ટ નારાજગી અને સત્તા સંઘર્ષની વાત જાહેરમાં આવતાં, રાજકીય વર્તુળોમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. મંત્રીના સ્વાગતના પ્રસંગે જ પક્ષના મુખ્ય હોદ્દેદારો વચ્ચેના આ વિવાદને લઈને કાર્યકરોમાં પણ અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.

  • Follow us on: