ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે તેની વચ્ચે ડાંગમાં વરસાદથી ગીરા ધોધ સક્રીય થયો છે. ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે, ગીરા ધોધ નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડયા છે, તો બીજી તરફ અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહી રહી છે, તંત્રની લોકોને અપીલ છે કે, ડેમની નજીક ન જાવ અને દૂરથી આનંદ માણો.


[[$googlead]]

હવામાન વિભાગની માહિતી મુજબ ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ડાંગ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ગઈકાલથી ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા બે કાંઠે વહેતી થઈ છે, ડાંગ જિલ્લામાં પ્રખ્યાત ગીરાધોધ તેનાં રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે. છેલ્લા બે કલાકમાં આહવા ખાતે 88mm વરસાદ વરસ્યો છે અને જેના કારણે આહવા ઘાટમાર્ગમાં આવેલા શીવઘાટ અને શંકર ધોધ વહેતા થયા છે.

[[$alsoread]]

પ્રવાસીઓ માટે પહેલી પસંદ ડાંગ

અંબિકા નદીના વઘઇ પાસે આંબાપાડાના ધોધ તરીકે પણ સ્થાનિકો માટે ગીરાધોધનું અલગ મહત્ત્વ છે. અંબિકા નદી આમ તો તોફાની નદી કહેવાય છે પણ અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમાં શાંતિથી વહે છે. અંબિકા નદીની જળરાશિ અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે. ત્યારે જળધોધનું આ વિહંગમ દ્રશ્ય નજર સામે આવતાં પર્યટકો રોમાંચિત થઇ ઉઠે છે અને અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.

ડાંગ માટે પર્યટકોની બેસ્ટ સિઝન ચોમાસુ

ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ ત્યારે પવનના સુસવાટા સાથે 100 ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની શીકર તમને ચોક્કસ જ ભીંજવી નાખતી હોય છે. અંબિકા નદીનું આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય માણવા માટે ચોમાસુ ઉત્તમ છે. ચોમાસાની ઋતુ અનુકૂળ હોવાથી આ ઋતુમાં અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળતી અંબિકા નદી અહીં 300 ફૂટના વિશાળ પટમાં ગીરાધોધનું પ્રાકૃતિક દ્રશ્ય રચે છે.પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની જાય છે.

  • Follow us on: