દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ આગમન થયું છે. હેલિપેડ પર વડાપ્રધાન મોદી આવી પહોંચતાં જ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી વડાપ્રધાન મોદી સીધા જ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચોર નથી થયો'

https://twitter.com/sandeshnews/status/2097271365791543684

નવસારીમાં નરેન્દ્ર મોદીનું વિશેષ આગમન

નવસારી ખાતે નિર્માણ પામેલું આ 'નમો કમલમ' કાર્યાલય માત્ર એક સંગઠનાત્મક કેન્દ્ર નથી, પરંતુ તે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓથી સજ્જ છે. વડાપ્રધાન મોદીએ રિબિન કાપીને આ હાઈટેક કાર્યાલયનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું.

નવસારીમાં PM મોદીનો વિરાટ સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં જનમેદનીને સંબોધતા દેશના નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, માંડ કરીને સાંજે રોટલા ભેગા કરતા નાના લારી-ગલ્લાવાળાઓ પહેલાં વ્યાજવટાવના મોટા બોજમાં ફસાયેલા રહેતા હતા. પરંતુ કેન્દ્ર સરકારની 'PM સ્વનિધિ યોજના' હેઠળ આજે તેમને બેંકોમાંથી ₹12 ,000 થી ₹15,000સુધીની સરળ લોન મળી રહી છે. આજે આ નાના વેપારીઓ વ્યાજના ચક્રવ્યુહમાંથી બહાર આવીને પોતાની બચત કરતા થયા છે. મોટા નેતાઓ માટે આ યોજના નાની હોઈ શકે પણ દુખિયારાના જીવનમાં તે ખૂબ મોટી રાહત પૂરી પાડે છે.

લારી - ગલ્લાવાળા વ્યાજના બોઝમાં દટાયેલા હતાઃPM 

https://twitter.com/sandeshnews/status/2097278483953295612

સ્વચ્છતા એ આપણો સંસ્કાર બનવો જોઈએ: PM

તેમણે નવસારીના સાંસદ સી.આર. પાટીલનો આભાર માનતા કહ્યું કે, તમે દેશમાં સૌથી વધારે મતોની લીડથી તેમને ચૂંટીને મોકલ્યા છે. નવસારીને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવો એ મોટી સેવા અને આશીર્વાદ સમાન કામ છે.નવસારીના ઝડપી વિકાસ અને વિસ્તરણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, "હું પહેલાં નવસારી આવતો ત્યારે આ બહુ નાનું શહેર હતું, પણ આજે નવસારી ખૂબ મોટું થઈ ગયું છે." અહીં વસતા સૌરાષ્ટ્રના ભાઈઓનો ઉલ્લેખ કરીને તેમણે હળવા અંદાજમાં માર્મિક ટાક્ષ કરતા કહ્યું કે, "અહીં સૌરાષ્ટ્રના ભાઈઓ ઘણા રહે છે. અહીં માવાની ટેવ છે, પણ ભારત માતા કી જય બોલીને પિચકારી મારે તે યોગ્ય નથી. આ સ્વચ્છતા જ આપણો સંસ્કાર બનવો જોઈએ."

નવસારીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે : પીએમ મોદી

https://twitter.com/sandeshnews/status/2097276771070775545

ભારત માતા કી જય બોલી પિચકારી મારવાની ટેવ છોડો

જગદીશ વિશ્વકર્મા અને કાર્યકરો દ્વારા ગામેગામ ચલાવવામાં આવેલા સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, જો ગામ ચોખ્ખું હશે તો આ વખતનો ગણેશ ચતુર્થીનો ઉત્સવ ખૂબ સુખદ રહેશે અને ગણપતિ બાપા આપણી હૈયાસગાઈમાં પધરામણી કરશે. ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળીમાં આપણો દીવો ત્યારે જ સાચા અર્થમાં જળહળતો રહેશે જ્યારે આપણે સ્વસ્થતા અને સ્વચ્છતાને આપણો નિત્ય નિયમ બનાવીશું.ભારતીય જનતા પાર્ટીએ સેવાના સંસ્કારો આપ્યા છે, એટલે જ ભાજપનો કાર્યકર સત્તાના નશામાં નથી ચકચૂર થયો. લારી-ગલ્લા ધારકોને વ્યાજખોરોમાંથી મુક્ત કરાવી આત્મનિર્ભર બનાવ્યા. તહેવારો પૂર્વે દરેક ગામે સ્વચ્છતા જાળવીને ઉત્સવ ઉજવવા આહ્વાન કર્યું.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: ગુજરાતમાં કેમ ડમ્પર ચાલકો બેફામ બન્યાં છે? અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોણ?