નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. જલાલપોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચીખલી, ગણદેવી સહિત વાંસદામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના પગલે વાતાવરણ ખુશનુમા થયુ છે.
વાતાવરણમાં પ્રસરી ઠંડક













