અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડવામાં આવેલી નકલી ચલણી નોટોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. 2.48 કરોડની નકલી નોટો છાપવા અંગે ખુલાસો કરાયો છે. ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલ દ્વારા મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. નકલી નોટો છાપવા માટે આરોપીઓએ સોફ્ટવેર બનાવ્યું હતું. હાલમાં આ સોફ્ટવેર બનાવનાર કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. નોટોના સિરિયલ નંબર આપવા માટે આ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે.


[[$googlead]]

સમગ્ર રેકેટનો મુખ્ય આરોપી મુકેશ ઠુમ્મર

ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે કહ્યું હતું કે, સમગ્ર રેકેટનો મુખ્ય આરોપી મુકેશ ઠુમ્મર છે. તેણે જ કરન્સી પેપરની ડિલિવરી લીધી હતી. ખોટા નામે પાર્સલની ડિલિવરી લેવાઈ હોવાનું સામે આવ્યું છે. કરન્સી સિક્યુરિટી પેપર પર RBIનો કંટ્રોલ હોય છે. ઠુમ્મર આ ઘટનામાં ટેલિગ્રામથી સંપર્ક કરતો હતો. હાલમાં પોલીસને તપાસમાં ટેલિગ્રામ આઈડી મળ્યું છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ વધુ પાંચ લાખની નોટો છાપી હતી. આરોપીઓએ કેટલી નોટો બજારમાં ફરતી કરી છે તેની પણ તપાસ ચાલુ છે.

યોગગુરૂના આશ્રમને જમીનદોસ્ત કરવા માગ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપવામાં આવેલી નકલી નોટોના કેસમાં યોગ ગુરૂ પ્રદીપનો સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે આવેલો આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ કેસમાં આશ્રમનું નામ ખૂલતાં જ લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આશ્રમને જમીનદોસ્ત કરવા માગ કરી છે. નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય પાસે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ આશ્રમમાં મોડી રાત સુધી મહિલાઓની અવરજવર રહેતી હતી. ગ્રામજનોએ આ આશ્રમમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ Kheda News: મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, સમાજ અને SPGના આગેવાનો વધુ પ્રેશર કરશે તો આત્મહત્યા કરી લઈશું

[[$alsoread]]


  • Follow us on: