પાદરા તાલુકાના સાદડ ગામના સીમ વિસ્તારમાંથી પસાર થતી ઢાઢર નદી પર કોઝ-વે બનાવવાની મંજુરી મળતાં સાદડ ગામના લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો.
પાદરા તાલુકાના સાદડ ગામના લોકો મોટા ભાગના લોકો ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે તેઓની મોટાભાગની જમીન ઢાઢર નદીની સામેની પાળ હોવાથી ચોમાસાની મોસમમાં પાણી વધુ વહેતાં નદી ઓળંગી શકાતી નથી તેમજ નદીમાં મગર હોવાથી તેનો પણ ડર સતાવતો હોય આ વિકટ પ્રશ્નને લઈને કેટલાય વર્ષોથી માગ ઉઠી હતી. જે પ્રશ્નને ધ્યાનમાં રાખી તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ઢાઢર નદી પર અંદાજિત 10.70 કરોડના ખર્ચે કોઝ - વે બનાવવાની મંજૂરી વિધાનસભામાંઆ મેળવી છે જેનુ કામ ટુક સમયમાં શરૂ થશે.આ કોઝ-વે બનતાં સાદડ ગામ તથા આસપાસના ગામોના ખેડૂતોને સીમવિસ્તારમાં તથા નદી પાર કરવામાં ખુબ સરળતા રહેશે.










