પાદરા તાલુકાની 46 ગ્રામપંચાયતોના સરપંચ તથા વોર્ડ સભ્યો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે વહેલી સવારે 8 વાગ્યાથી પાદરા ખાતે આવેલી એમ.કે. અમીન કોલેજમાં શરુ થઈ હતી. પાદરા ચૂંટણી અધિકારી તેમજ પાદરા મામલદાર હંસરાજ સિંહ ગોહિલ ના દેખરેખ હેઠળ મતગણતરી શરૂ થઈ હતી કોલેજના સમગ્ર પરિસરને 14 અલગ અલગ રૂમમાં વિભાજિત કરવામાં આવ્યો હતો, જ્યાં દરેક ગામના સરપંચ તથા વોર્ડ સભ્યોના મતોનું પારદર્શક તથા વ્યવસ્થિત રીતે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરી અને ગણતરી કરાઇ હતી.જેમાં મુવાલ ગ્રામ પંચાયત ની યોજાયેલી વોર્ડ ના સભ્ય ની પેટા ચૂંટણી નું પરિણામ સૌ પ્રથમ જાહેર કરાયું હતું.


મતગણતરી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાદરા તથા વડુ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત તથા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોલેજના આસપાસના વિસ્તારમાં પોલીસ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નજર રાખી હતી. ચુંટણી કાર્યમાં જોડાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ જવાબદારીપૂર્વક ફરજ બજાવી હતી.

મતગણતરીના પરિણામો જાહેર થતા જ વિજેતા ઉમેદવારોના સમર્થકો તથા ટેકેદારો દ્વારા વિજયોત્સવનો માહોલ છવાઈ ગયો હતો. વરસતા વરસાદ વચ્ચે પણ સરપંચ તથા વોર્ડ સભ્ય પદે વિજય મેળવેલા ઉમેદવારોના ઉત્સાહી સમર્થકોએ પાદરા સહિત સમગ્ર તાલુકામાં વિજય રેલીઓ કાઢી આનંદ વ્યક્ત કર્યો હતો. ભારે વરસાદ હોવા છતાં લોકોના જુસ્સામાં કોઈ કમી જોવા મળી નહોતી.

તાલુકાના તમામ ગામોમાં વિજય પ્રાપ્ત કરેલા સરપંચ તથા સભ્યોનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નવા પંચાયત પદાધિકારીઓ દ્વારા વિકાસલક્ષી કામો તથા લોકહિત માટેના કાર્યો શરૂ કરાશે તેવી આશા ગામજનો દ્વારા વ્યક્ત કરાઇ છે.

મોડી સાંજ સુધી વિજેતા ઉમેદવારમાં અભોર-મીનાબેન અલ્પેશ પરમાર-800, કાંદા - ઇન્દુબેન ગિરીશ પરમાર-443, ગણપતપુરા - શકુંતલાબેન નગીન ચૌહાણ - 1007, ચિત્રાલ - રાજ કલ્પનાબેન વિજયસિંહ - 774, દનોલી- રેણુકાબેન જયેશ પઢિયાર - 239, દૂધવાળા- મીનાબેન ગોવિંદ પટેલ - 421,પાવડા - પ્રદીપસિંહ ચંદ્રસિંહ પરમાર - 284, પીંડાપા- દિનેશભાઈ ગોવિંદભાઈ પઢિયાર - 680,ભદારી- લક્ષ્મીબેન સુરેશભાઈ વસાવા - 589,મજાતણ - ભાવિકાબેન કિરણકુમાર પરમાર - 873,મહંમદપુરા- રમાબેન જેસંગભાઈ રબારી- 594,રાજુપુરા- સુધીરભાઈ ડાહ્યાભાઈ સોલંકી - 337,વડદલા- જયપાલસિંહ ધર્મેન્દ્ર સિંહ રાઠોડ - 410,વણછરા- નિલેશભાઈ ચંદ્રસિંહ પરમાર- 496, વિશ્રામપુરા- સુરેશભાઈ ઉદેસંગ પરમાર- 693, શહેરા- મુકેશભાઈ મનુભાઈ પઢિયાર - 342, સાદરા- ભરતકુમાર રણછોડભાઈ ગોહિલ - 1107, સોખડા રાઘુ જૂથ- શરીફ્ખા કરીમખા પઠાણ - 797, કરણાકુવા ક્રિષ્નાબેન હરપાલસિંહ રાઠોડ 111 મત, શાણપુર -હિતેશકુમાર સુરેશભાઈ પટેલ, સાંઢા - રતિલાલ હિંમતભાઈ ગોહિલ 111 મત, મજાતણ - ભાવિકાબેન કિરણકુમાર પરમાર 247 મત, ભાદરા - સીમાબેન સલીમભાઈ મલેક, આંતી- રૂબીનાબેન સબ્બીરભાઈ મલેક.


  • Follow us on: