બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોનુ વેચાણ કરનાર તત્વોને ઝડપી લેવા માટે બનાસકાંઠા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પી.આઈ. એચ.બી.ધાંધલ્યાએ ખાનગી રાહે વોચ ગોઠવી અને પોલીસટીમને સતર્ક રહેવા સુચના આપી હતી.દરમ્યાન મળેલ માહીતી આધારે વોચ દરમ્યાન મોટરસાયકલ ચાલક પાસેથી માદક પદાર્થ મળી આવતા આ અંગે પોલીસે ઘનિષ્ઠ તપાસ કરતાં હેરોઈનના કાળા કારોબારનો વેપલો કરનાર સહીત આઠ વ્યક્તિ પોલીસના સકંજામાં આવતા તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દરમ્યાન ગતરોજ એસઓજી ના હે.કો.દશરથભાઈ વીરાભાઈ તથા પો.કો. ખેમાભાઈ ભાવાભાઈ વિગેરે પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન નેનાવા બજુથી ધાનેરા તરફ આવી રહેલ મોટરસાયકલ પર આવી રહેલ વિક્રમભાઈ દિનેશભાઈ લુહાર રહે.માલોત્રાવાળાને રોકી તલાશી લેતા તેની પાસેથી રૂ. 1.60 લાખનું 35 ગ્રામ હેરોઈન હોવાનુ જણાવતા આ હેરોઈન ક્યાંથી લાવેલ છે.તે દિશામાં તપાસ શરૂ કરી છે.










