પાલનપુરમાં રહેતા યુવકે પોતાના અંગત ઉપયોગ માટે ઈ-સ્કુટર ખરીદ્યુ હતુ.અને તેઓ ગત રોજ ઇ-સ્કુટર પર તેમની પત્ની અને બાળક સાથે બજારમાં ખરીદી માટે નીકળ્યા હતા. દરમ્યાન રસ્તામાં મોટી બજાર વિસ્તારમાં સ્ટીયરીંગ અલગ પડી ગયુ અને ટાયર અલગ પડી ગયુ.જો કે તેમને કોઈ ઈજા થઈ ન હતી.પરંતુ અચાનક બનેલી ઘટનાથી તેઓ હતપ્રત બની ગયા હતા.અને ઈ-સ્કુટરના શોરૂમમાં ડબલ જમ્પરનુ ઈ-સ્કુટર આપવાનુ કહેતા શોરૂમમાંથી સંતોષકારક જવાબ ન મળતા શો રૂમ આગળ તેમણે ઇ-સ્કુટરને આગ લગાવી દઈ અને રોષ ઠાલવ્યો હતો. પાલનપુરમાં રહેતા અને સોની બજારમાં વ્યાપાર કરતાં સાહીલ શાહ નામના યુવકે પોતાના અંગત ઉપયોગ માટે ઈ-સ્કુટર ખરીદ કર્યુ હતુ.અને તેઓ તેમના પુત્ર અને પત્ની સાથે ઈ-સ્કુટર પર ખરીદી કરવા નીકળ્યા હતા.
દરમ્યાન તેમના ઈ-સ્કુટરનુ સ્ટીયરીંગ અને વ્હીલ જુદા થઈ ગયા અને અકસ્માતમાં બચી તો ગયા પણ તેઓ ગભરાઈ ગયા હતા.અને ભવિષ્યમાં પણ આ ઈ-સ્કુટરને ફરીથી આવી રીતે ઘટના બને તો જીવ જોખમાય તેવી ભીતીથી તેમણે ઈ-સ્કુટર લઈને હાઈવે પર આવેલ ઈ-સ્કુટરના શોરૂમમાં ગયેલા હતા.અને સિંગલ જમ્પરવાળા ઈસ્કટુરમાં વારંવાર તકલીફ પડતી હોઈ બદલીને ડબલ જમ્પરવાળા ઈ-સ્કુટરની માંગ કરી હતી.પરંતુ શોરૂમમાં તેમણે સંતોષકારક જવાબ ન મળતા તેમણે કંટાળીનને ઈસ્કુટરને શોરૂમ આગળ જ આગ લગાવી સળગાવી દીધુ હતુ.અને રોષ ઠાલવી કહ્યુ કે તેમણે તકલીફ ભોગવી છે.આથી બીજા લોકોને આ બાબતે ઘટનાની વિગત જણાવી હતી.










