પાલનપુર તાલુકાના માણકા ગામમાં રહેતા અને ગુરૂકૃપા જનરલ સ્ટોર ચલાવતા હરેશભાઈ મોતીભાઈ પ્રજાપતિના દુકાનમાં અજાણ્યા ઈસમએ તાળું તોડી દુકાનમાંથી મોબાઈલ ચોરી ગયા હતા. જે બાબતે હરેશભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદમાં જણાવ્યા અનુસાર હરેશભાઈ મોતીભાઈ પ્રજાપતિ ગત તા.18/09/2025 ના રોજ પોતાના રાબેતા મુજબ સવારે પોતાની દુકાન ખોલવા જતા દુકાનું તાળું તુટેલ હતું જેથી હરેશભાઈએ દુકાન ખોલી જોતા સામાન વેરવિખેર પડેલ હતો અને તેમના કાઉન્ટરમાં રાખેલ મોબાઈલ ફોન ન મળી આવતા તેની આસપાસ શોધખોળ કરતા મોબાઈલની કોઈ ભાળ ન મળતા હરેશભાઈ મોતીભાઈ પ્રજાપતિએ અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



  • Follow us on: