અમીરગઢ તાલુકાના ઘાંટા(ગોળીયા)માં રહેતા નેતાભાઈ હેદાભાઈ રબારી ગતરોજ તેમની પત્નિ રાજીબેન ગતરોજ તેમના પાડોશીને ત્યાં લગ્ન પ્રસંગે હોવાથી તેમના ઘરે સવારના સુમારે તાળુ મારી ગયેલ હતા અને લગ્ન પતાવીને બપોરના સુમારે ઘરે આવેલ અને જોયેલ તો તેમના ઘરનો દરવાજાનું તાળુ તુટેલ હતુ અને દરવાજો ખુલ્લો હતો અને નેતાભાઈએ અંદર જઈને જોયેલ તો લોખંડની તિજોરીનો દરવાજો ખુલ્લો હોઈ અને લોકરનું લોક તુટેલ હતુ અને તેમાં રાખેલ ચાંદીનો કંદોરો નંગ 02, ચાંદીના માદળીયા તથા ચાંદીના છડા નંગ 02, ચાંદીની તોડી નંગ 02, ચાંદીની લક્કી નંગ 02, ચાંદીની બંગડી નંગ 02, ચાંદીના ખરડા નંગ 02 તથા ચાંદીનું કંડુ નંગ 01, સોનાની મરકી નંગ 02 જે તમામ સોના ચાંદીના દાગીનાની કિ.રૂ.1,07,000 તથા રોકડ રૂપિયા 60000 આમ કુળ મળી કિ.રૂ.1,67,000 ની ચોરી કરી લઈ આથી આ અંગે નેતાભાઈએ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









