બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને તેમના પાક ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ દિવસે પાલનપુર સહિતના ત્રણ સેન્ટરો શરૂ થઈ શક્યા ન હતા. ધાનેરામાં પણ ખાસ કોઈ ખરીદી થઈ શકી ન હતી. આમ, બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મેળવવામાં જરૂરી મદદ મળી ન હતી.


બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારમાં માફેડની મદદથી ખરીદી શરૂ કરવા માટે આજથી અમલીકરણ કરવા સુચના આપી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ચાર જેટલા સેન્ટરમાં મગફળીની ખરીદી કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી મેપિંગની કામગીરી અને ખેડૂતોની નોંધણીની કામગીરી ચાલુ હોઈ અને મેસેજ પણ કરવામાં આવેલ ન હોવાથી ખેડૂતોને તેના ઉત્પાદન વેચાણ માટે સેન્ટર પર જઈ શક્યા ન હતા.વળી રવિવાર હોવાના કારણે મજુરના પ્રશ્નો પણ ઉપસ્થિત થયા હતા અને સેન્ટર પર આજે કામગીરી શરૂ થઈ શકી ન હતી. આમ પ્રથમ દિવસે ખેડૂતોને તેમના ઉત્પાદનના વેચાણ માટે મેસેજ મળ્યા ન હતા. ત્યારે હવે આજથી શરૂ થનાર પોષણક્ષમ ભાવમાં ખરીદી બાબતે ખેડૂતોને મેસેજ કરવામાં આવશે .જેમાં પાલનપુર તાલુકાના 10 હજારથી વધુ ખેડૂતોને મેસેજ કરવામાં આવનાર છે. અને તેની નોંધણી માટે પણ કાર્યવાહી પૂર્ણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


  • Follow us on: