રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાનમાં વધુ એક ડીગ્રી સાથે તાપમાનમાં લઘુત્તમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 28 ડીગ્રી નોંધાયો હતો. આમ દિવસ દરમ્યાન પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અને હાલમાં શિયાળે ગરમીના કારણે ઉનાળા જેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. આમ શિયાળા દરમ્યાન માઉન્ટઆબુમાં બરફ સાથે કડકડતી ઠંડી હોય છે. તેની સામે છેલ્લા ત્રણ દિવસથી સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને રાત્રી દરમ્યાન પણ એસી ચાલુ કરવા પડે છે. આમ અહિં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જોકે માઉન્ટ આબુમાં આકર્ષણનું કેન્દ્ર એવા નક્કી લેખમાં બોર્ટીંગ માટે લોકો મોટી સંખ્યામાં કતારમાં લાગ્યા હતા અને રવિવારની રજા હોવાને કારણે માઉન્ટઆબુમાં સહેલાણીઓની સંખ્યામાં ભારે ધસારો જોવા મળ્યો હતો.



  • Follow us on: