બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભડકાવાડા સામે આવેલ મઝાદર ગામના રસ્તા પર બાવન વાંટા રાજપુત સમાજના સમુહ લગ્નનું આયોજન સમાજના યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના પર દંપતિ લગ્નના ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડયા હતા.


બાવન વાંટા રાજપુત સમાજના યુવા સંગઠન દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહજી ગોહિલ તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમુહ લગ્નમાં સમાજના પર યુવક યુવતીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા અને લગ્નના ચાર ફેરા ફર્યા હતા. આમ રાજપુત સમાજના યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલા આ ભગીરથ કાર્યને સમાજના સૌ લોકોએ વધાવી લીધું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સમાજના યુવા વર્ગના રાજનસિંહ બારડ, ભરતસિંહ સોલંકી વડગામ યુવા સંગઠન પ્રમુખ, ભરતસિંહ મોટા, દલપતસિંહ નરાસળ, રણજીતસિંહ માલણ, વિરૂભા વરવાડીયા, વિક્રમસિંહ વડગામ, વદનસિંહ સકલાના, રાજુભાઈ ધોતા, ગંભીરસિંહ મજાદર, જગતસિંહ વાસણા, દિનેશસિંહ મજાદર સહિતના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.


  • Follow us on: