ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયત સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી. આ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો. બંને જણાએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવે આ પંચાયતનું પરિણામ આવતા પિતાએ પુત્રને હરાવ્યો છે. ચૂંટણીના જંગમાં પિતાની 576 મતની લીડથી જીત થઈ છે.

પિતાએ પુત્રને 576 મતોની લીડથી હરાવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ડાંગ જિલ્લામાં 42 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગલકુંડ પંચાયત સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી. જેમાં સરપંચ પદ માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો. બંને જણાએ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. મતદાન બાદ આજે જાહેર થયેલા પરિણામમાં પિતા સુરેશ વાઘ 576 મતોની લીડથી જીતી ગયાં છે. જેથી તેમને ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

બાપ દીકરાએ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું

ડાંગ જિલ્લાની ગુલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં દીકરો રાજેશ વાઘ અને પિતા સુરેશ વાઘ સામ સામે આવી ગયા હતાં. બંને જણાએ એક બીજાને હરવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. સમગ્ર જિલ્લાની 42 ગ્રામ પંચાયતોમાં ગુલકુંડ ગ્રામ પંચાયત ચર્ચાનો વિષય બની હતી. રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં કોઈ બાબતે દુશ્મની કે ઝઘડા ઉભા ના થાય તે માટે સમરસ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરાયા હતાં.પરંતુ આ ગ્રામ પંચાયતમાં બાપ દીકરો એક બીજાને હરાવવા માટે મેદાનમાં ઉતરી ગયાં હતાં. હવે પિતાની જીત થતાં તેમને ગામના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.