ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરાશે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગ્રામ પંચાયતીની ચૂંટણીમાં સરપંચ માટે 17728 ફોર્મ ભરાયા છે. કુલ 4564 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી માટે 17728 ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાની ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરાયા છે.

આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સભ્યો માટે 64714 ફોર્મ ભરાયા છે. બનાસકાંઠાની 385 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 1840 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત રાજ્યની 3526 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં સરપંચ માટે 971 ફોર્મ ભરાયા છે. તે ઉપરાંત સભ્ય માટે 1949 ફોર્મ ભરાયા છે. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે. જ્યારે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.

ચૂંટણી પહેલા અનેક ગ્રામ પંચાયતો સમરસ બની

ગુજરાતમાં ચૂંટણી પહેલા અનેક ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આઠ ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જૂથ પંચાયત અને નગરપાલિકાને મર્જ કરવાના નિર્ણયનો વિવાદ થતાં આઠ ગામના લોકોએ ચૂંટણીમાં સરપંચ અને સભ્યોનો બહિષ્કાર કરી ચૂંટણીનો આડકતરો વિરોધ કર્યો છે.