મહેસાણામાં અગાઉ પણ ગ્રામ પંચાયત સમરસ બની છે તેવામાં ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે. કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. હરીફ ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતા અરઠી ગ્રામ પંચાયત સમરસ બની છે. ગ્રામ પંચાયત સમરસ બનતા મહિલા સરપંચ તરીકે ધનીબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે. ગામમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
ખેરાલુમાં કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા ખેરાલુની વધુ એક પંચાયત સમરસ બની છે. ખેરાલુમાં કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બનતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ અરઠી ગામના આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
