બિહારમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા જાંબુઘોડા ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ તેમજ સરપંચ જીતકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં જાંબુઘોડા ભાજપ કાર્યકરોએ ફ્ટાકડા ફોડીને અને એકબીજાને મીઠાઈ ખવડાવી બિહારની જીતને વધાવી લીધી હતી.


આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ મહામંત્રી વિક્રમભાઈ બારીયા, સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ શાહ તેમજ કણજીપાણીના નવનીતભાઈ બારીયા, ગુંદીવેરીના સરપંચ અરવિંદભાઈ, કરાના ધર્મેન્દ્રભાઈ બારીયા સહિત ભાવસિંગભાઈ વગેરેની ઉપસ્થિતિમાં બિહારમાં ભાજપ NDAને મળેલી સ્પષ્ટ બહુમતીને વધાવી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી. તેમજ ભાજપના કાર્યકરોએ ભારત માતાકી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતાં.


  • Follow us on: