બોડેલી પાસે આવેલ રેલવે ફાટક નંબર 65 આગામી ચાર દિવસ માટે બંધ રહેશે. રેલવે દ્વારા સમારકામના કારણે 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી આ ફાટક પર વાહન વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે વાહન ચાલકો મૂંઝવણ મુકાયા છે.
છોટાઉદેપુર જિલ્લના બોડેલી રેલવે યાર્ડ પાસે આવેલ લેવલ ક્રોસિંગ નંબર 65 પર ભારે વાહન વ્યવહારને કારણે માર્ગ ખૂબ જ નુકસાનગ્રસ્ત બન્યો હતો. તેમજ ટ્રેકનો ભાગ ધૂળના ભરાવાથી જામ થઈ જતા ટ્રેન સલામતીને જોખમ ઉભું થયુ હતુ આને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે વડોદરા વિભાગે 28 નવેમ્બર સવારે 6 વાગ્યાથી 1 ડિસેમ્બર રાત્રે 11 વાગ્યા સુધી ફાટક બંધ રાખવાનું જાહેર કર્યું છે. રેલવે ફાટક બંધ રાખવા દરમિયાન વાહનોને ગોલાગામડી, સંખેડા, ખુનવડ, ભાટપુર, લાછરાસ, કોસિન્દ્રા, ચલામલી, ફેરકુકા, ચુડેલ, સીધલ, બીજી તરફ જાંબુઘોડા, ડુંગરવાંટ, તારાપુર અને પાવીજેતપુર માર્ગે તથા લક્ષ્મી કોટન રોડ-ઢોકલીયા-બોડેલી થઈ ડાયવર્ટ કરવામાં આવશે.










