ઘોઘંબા તાલુકા મથક હોવા છતાં અહી ગેસના બોટલની કૃત્રીમ અછત જોવા મળી રહી છે. ગેસ એજન્સી દ્વારા ગેસના બોટલનો બારોબાર વહિવટ કરવામાં આવતો હોવાથી ગ્રાહકોની નિયમિત ગેસ બોટલ મળતી નહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પુરવઠા ખાતા દ્વારા પગલા લેવા માગ કરવામાં આવી રહી છે.
ગ્રાહકોના આક્ષેપ છે કે ઘોઘંબામાં ગેસના બોટલ માટે પડાપડી તેમ છતાં ઓફ્સિના માણસો તરફ્થી કોઈપણ સંતોષકારક જવાબ મળતો નથી અને જ્યારે પણ ફોન કરો ત્યારે એવું કહે છે કે ગાડી આવશે ત્યારે આપીશુ, ગાડી ગામમાં આવતી નથી વગેરે જેવા કારણો બતાવે છે. બીજી તરફ ઓફ્સિ પરથી જ બોટલ વેચાઈ જાય છે અને ગ્રાહકો ગેસ બોટલ માટે ધક્કા ખાતા રહે છે.










