જાંબુઘોડા તાલુકાના પીપિયા ગામે કુવામાં પડેલા દીપડાના બચ્ચાને વન વિભાગની ટીમ દ્વારા રેસ્કયું કરાયું હતું.


જાંબુઘોડા તાલુકાના પીપિયા ગામે કલજીભાઇ રૂપસિંહભાઇ નાયકના કુવામાં ગઈકાલે સાંજના સમયે દીપડાનું બચ્ચું પડી જતા ગુદીવેરી ગામના હિતેશભાઈ બારીયાએ જાંબુઘોડા વન વિભાગને જાણ કરતા વન વિભાગના હવેલી રાઉન્ડ ફોરેસ્ટર વનરાજસિંહ પરમારે જાંબુઘોડા RFO શૈલેન્દ્રસિંહ રાઉલજીને જાણ કરી હતી. તેઓએ વન્ય પ્રાણી વિભાગ વડોદરાના DFO મહેન્દ્રભાઈ રાઠવાને આ મામલે જાણ કરી તેઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ 50 ફૂટ ઊંડા કૂવામાં પડેલા દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢયું હતું. ત્યારબાદ તેને જાંબુઘોડા ખાતેના દીપડા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જઈ જ્યાંથી પકડયો હતો ત્યાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.


  • Follow us on: