ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત આજે જાંબુઘોડા ખાતે હાલોલ ડેપો દ્વારા જાંબુઘોડા - પોયલી બસ સેવા શરૂ કરાઈ હતી, જેને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિતના ભાજપ કાર્યકરો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. આ નવીન શરૂ થયેલી બસ પોયલીની સવાર સાંજ બે ટ્રીપ મારશે, સાથે જાંબુઘોડા અને વડોદરા વચ્ચે પણ દોડશે.પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈના પ્રયત્નો તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ભલામણને પગલે વાવ, ચાલવડ, ગાંધરા, ગરૂમાલ, રણજીતપુરા અને પોયલી, ઘોઘંબા તાલુકાના કોઠી પોયલી સહિતના ગામોને બસસેવાનો પ્રારંભ કરાયો છે.

Dholka : ચલોડા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળવાના કેસમાં મોટો ધડાકો, શંકાખોર પતિ જ નીકળ્યો હત્યારો









