બોડેલી તાલુકાનાં પાટીયા-રણભૂનઘાટી ગામને જોડતા મેરિયા નદી પર લૉ-લેવલ કૉઝ-વેના સ્થાને હાઇલેવલ બ્રિજની કામગીરી પૂર્ણ તમામ વાહનો માટે આ રસ્તો ચાલુ થતા આનંદની લાગણી ફેલાઈ હતી. બે વર્ષથી ભારે હાલાકી વેઠી રહેલા સેકડો ગામોના લોકોમાં હાઈલેવલ બ્રિજ બનતા આનંદની લાગણી જોવા મળી હતી. જબુગામ મોટા કાંટવા રોડની કામગીરી પણ હાથ ધરાય તેવી રહીશોની માંગ કરાઇ છે
તાજેતરમાં કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેર, ગ્રામ્ય તેમજ હાઇવે પરના ખરાબ રોડ રીપેરીંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ક્ષતિગ્રસ્ત માર્ગોને સુગમ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં જબુગામથી મોટા કાંટવાને જોડતા માર્ગ સિવાયના અન્ય રોડની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. પરંતુ પાછલા કેટલાક સમયથી જબુગામથી કાંટવાને જોડતા માર્ગની કામગીરી હાથ ધરાતી નથી. તેમ ભારે હાલાકી ભોગવતા કેટલાક સ્થાનિક રહીશો જણાવી રહ્યાં છે.










