સંજેલી તાલુકાના માંડલી વણઝારી ચોકડી મુખ્ય માર્ગ પર નલ સે જલ યોજના હેઠળ પાણીના સમ્પ માટે ખોદવામાં આવેલો ખાડો છેલ્લા બે મહિનાથી કામ પૂર્ણ કરી અને ખાડો પુરવામાં આવ્યો નથી. જેથી બાઈક ચાલકો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી રુપ ખાડો તાત્કાલિક પુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સંજેલી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં નળ સે જળ યોજના હેઠળ પાણીના સંપ નળ કનેક્શન સહિતના કામો એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યા છે.પરંતુ કેટલીક લેવું અને માથાભારે એજન્સીના કર્મચારીઓ દ્વારા નિયમોને નેવે મૂકી અને હજુ સુધી કામગીરી પૂર્ણ કરી નથી. અને મન ભાવે તેવા ખેતરોમાં તેમજ રોડ પર ખાડા ખોદી અને બાય બાય ચાયણી કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સંજેલી તાલુકાના માંડલી વણઝારી ચોકડી પરજ વળાંકમાં મુખ્ય માર્ગ નજીક પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે.મુખ્ય માર્ગ પર જ લગભગ બે માસથી ખોદવામાં આવેલો ખાડો જોખમી રૂપ સમાન બન્યો છે.ગોધરા તરફ્નો મુખ્ય માર્ગ હોવાથી અવાર નવાર એસટી બસ બાઈક ચાલકો વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક લોકોને બારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ખાડો પુરવામાં નહીં આવે તો વરસાદી પાણી ભરાય તો તેમાં વાહનો ખાબકે તેવી ભીતી સેવાઈ રહી છે.










