સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા રોડ તૂટી જતા આજરોજ દિલ્હીથી ભારતમાલા રોડના અધિકારીઓ પાટણ જિલ્લા કલેકટર અને ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન સહિતના લોકો ભારતમાલા રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. નિરીક્ષણ કરી રોડમાં થયેલી કામગીરીના સેમ્પલ લીધા સેમ્પલ લઈ તેમણે જણાવ્યું કે આ રોડની અંદર કોઈપણ જાતની ગેરરીતી જણાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.


[[$googlead]]

ભારતમાલા રોડનું નિરીક્ષણ

[[$alsoread]]

તૂટેલા રોડને 15 દિવસની અંદર વ્યવસ્થિત કરી વાહનો વ્યવહારને તકલીફ ન પડે તેના માટે કામગીરી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો બંધ થયાં છે. વરસાદના કારણે ભારત માલા પ્રોજેક્ટની દુર્દશા થઈ છે. પાટણ અને બનાસકાંઠામાંથી પસાર થતા ભારત માલા હાઈવે પર સાંતલપુરથી સુઇગામ વચ્ચેનો 30 કિમીનો રોડ ધોવાયો છે. ચાર મહિનામાં જ રોડ પરનો ડામર ઉખડી ગયો છે.

પ્રથમ વરસાદમાં જ કામગીરીની પોલ ખુલી

કંડલાથી દિલ્હી સુધીના ભારત માલા પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારે કરોડોનો ખર્ચ કર્યો છે. આ હાઈવે પર પ્રથમ વરસાદમાં જ કોન્ટ્રાક્ટરોની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રોડ પરથી ડામર ઉખડી જતાં વિવાદ વધે તે પહેલાં જ કોન્ટ્રાક્ટરો દોડતા થઈ ગયાં છે. હાઈવે પર કોન્ટ્રાક્ટરોએ થીગડા મારવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારના આ સપના સમાન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો જણાવી રહ્યાં છે.

  • Follow us on: