અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ઘટના ગતરોજ બની હતી. બપોરના સમયે બ્લેક કલરની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો.આ કેસમાં હવે કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપતાં અપહરણના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી. 

કિંજલ રબારીના લગ્નનો મુદ્દો

મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખ

આ કેસમાં વધુ એક વળાંક સામે આવ્યો છે.લોકગાયિકા કિંજલ રબારીના અગાઉ 2 મે 2024ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે અશોક ચૌધરી સાથે તેની સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા અને હાલ તે અશોક ચૌધરી સાથે ફરાર હોવા છતાં તેમજ રાધનપુર ફેમિલી કોર્ટમાં પ્રેમ લગ્નના છૂટાછેડા બાબતે કેસ ચાલુ હોવા છતાં પરિવારજનોએ ગત 12 ઓગસ્ટના રોજ ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે તેમના લગ્ન કરાવી દીધા હોવાના ફોટા સામે આવ્યા છે,જો કે આ મામલે મુકેશે પોલીસ ફરિયાદમાં નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

કિંજલ રબારીના લગ્ન

કિંજલના ગામમાં પોલીસ પર હુમલો

કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે 50 કરતા વધુ લોકોનું ટોળું ત્યાં દર્શન કરવા પહોંચ્યું હતું. જે દરમિયાન ઉશ્કેરાયેલા આ ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.


આ પણ વાંચોઃ Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા