પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમાના (કાત્યોક) મેળાના વિધિવત પ્રારંભ અગાઉ એક મોટી દુર્ઘટના થતા-થતા ટળી છે. આગામી ૩ નવેમ્બરથી શરૂ થનારા સાત દિવસીય આ પરંપરાગત મેળાની તૈયારીઓ ચાલી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી.
કાર્તિકી પૂર્ણિમાના મેળાના વિધિવત પ્રારંભ
કુંવારિકા સરસ્વતી નદીના કિનારે યોજાનાર મેળા માટે ચકડોળ (રાઇડ્સ) લગાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન જ ચકડોળનો એક ભાગ તૂટી પડ્યો હતો. રાઇડ્સનું ફિટિંગનું કામ કરી રહેલા બે કારીગરો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ, ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન એક કારીગરનો પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો. આ શખસ નીચે ઊભેલા અન્ય એક વ્યક્તિ પર પડતાં તેને પણ ઇજા પહોંચી હતી. ચકડોળનો મોટો ભાગ તૂટ્યો હોવા છતાં, તે સમયે મુલાકાતીઓ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.










