હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમ.3ની વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ત્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓ અટકાવવા માટે યુનિવર્સિટી દ્વારા ઓબ્ઝર્વર ઉપરાંત દરેક જિલ્લામાં બે ફ્લાયિંગ સ્કોડની ટીમો મૂકવામાં આવી છે. આ ટીમો દ્વારા પરીક્ષાના પ્રથમ દિવસે 30થી વધુ કોપી કેસ કરવામાં આવ્યા હતા અને 34 કોપી કેશ કરવામાં આવ્યા છે.

યુનિ.ની પરીક્ષાઓનો ગઈકાલથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા માટે દરેક જિલ્લામાં મૂકવામાં આવેલી સ્કોડની ટિમો દ્વારા ગેરરીતિ અટકાવવા માટે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પરીક્ષાના પ્રથમ દિવસે યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની વિવિધ કોલેજોમાં 30 જેટલા કોપી કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે વધુ 34 કોપી કેસ કરવામાં આવ્યા હોવાનું યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરીયાએ જણાવ્યું હતું. વધુમાં કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે, પરીક્ષામાં ગેરરીતિ ન કરે અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે. જો પરીક્ષામાં ગેરરીતિઓ કરવામાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોલેજોની તપાસ માટે સ્પેશિયલ ઇન્સ્પેક્શન ટીમ બનાવવામાં આવી

યુનિવર્સિટી સંલગ્ન કેટલીક કોલેજો યુનિવર્સિટીના નિયમો વિરુદ્ધ ચાલતી હોવાની બાબતો અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સૌ પ્રથમવાર ઇન્સ્પેક્શન ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ગમે ત્યારે ગમે તે કોલેજમાં જઈને તે કોલેજની સરપ્રાઈઝ વિઝીટ કરશે અને કોલેજમાં યુનિવર્સિટી અને યુ.જી.સી.ના નિયમો મુજબ શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ પર્યાપ્ત છે કે કેમ ? તેની તપાસ કરશે અને તે તપાસ કરી તેનો રિપોર્ટ યુનિવર્સિટીને મોકલશે. ત્યારબાદ તે તપાસ રિપોર્ટ બોર્ડ ઓફ્ મેનેજમેન્ટની બેઠકમાં રજૂ કરવામાં આવશે અને તે બાબતે ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરવામાં આવશે.


  • Follow us on: