ચાણસ્મા તાલુકાના દાંતકરોડટ્વી ગામે રવિવારે શ્રી પંદર ગામ કડવા પાટીદાર સમાજ તથા સમાજ ટ્રસ્ટ દ્વારા 29માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 નવદંપતીઓએ અગ્નિદેવની સાક્ષીએ ભુદેવોના શાસ્ત્ર્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. ઉપસ્થિત સમાજના શ્રોષ્ઠીઓ અને રાજકીય આગેવાનો દ્વારા નવદંપતીઓને આશિર્વાદ પાઠવ્યા હતા
શ્રી પંદર ગામ કડવા પાટીદાર સમાજ તથા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત 29 માં સમુહ લગ્નોત્સવનું આયોજન ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામે રવિવારે સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સહિત સમુહલગ્ન ઉદાર હાથે દાન આપનાર દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં સમાજના 17 નવદંપતીઓએ અગ્નિદેવની સાક્ષીએ લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સંતો દ્વારા શુભાશિષ પાઠવ્યા હતા. યોજાયેલ લગ્ન પ્રસંગના દાતા તરીકે સ્વ રાયચંદદાસ પરસોત્તમદાસ પટેલ પરિવાર રહ્યા હતા અને લગ્નગ્રંથિએ જોડાયેલ દંપતીઓને દાગીના સહિત કરીયાવરની વસ્તુઓ ભેટ સોગાદ રૂપે આપવામાં આવી હતી. તેમજ શ્રી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા તરફ્થી પણ દરેક દિકરીઓને કંકુનો પડો અને માતાજીનો ફોટો તથા ચુંદડી ભેટ આપી હતી. યોજાયેલ સમુહલગ્નમાં ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સાંસદ હરીભાઈ પટેલ, મહેસાણા જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, ચાણસ્મા એપીએમસી ચેરમેન દશરથભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનો અને દાતા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું.










