ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર થરાદના બુઢનપુર નજીક દારૂ ભરેલ કિયા ગાડીએ પલટી મારતાં દારૂની રેલમછેલ થતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડયું હતું. જોકે બનાવના પગલે પોલિસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી.અત્રે નોંધનિય છે કે રાજસ્થાનમાંથી બૂટલેગરો દ્વારા યેનકેન પ્રકારે રોજ નિતનવા કીમિયો અપનાવી સરહદ મારફ્તે દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમજ ઘુસાડવામાં સફ્ળતા પણ મેળવી રહ્યા છે તો પોલીસ સજાગતા દાખવી દારૂની ઘૂસણખોરી અટકાવે તેવી માંગ ઉઠી છે.



  • Follow us on: