ગુજરાતભરમાં જૈન તીર્થમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા શંખેશ્વર ખાતે અનેક ધર્મશાળાઓ અને દેરાસરો આવેલાં છે. તેમાં અલગ અલગ જૈન સમુદાયોના સાધુ મ.સા.ના ઉપાશ્રાયો આવેલા છે. આ ઉપાશ્રાયોમાં જૈનાચાર્યો સાધુ સાધ્વીજી આદિઠાણાના ચાતુર્માસો ચાલી રહ્યા છે અને આ ચાતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાતા હોય છે. આવો જ કાર્યક્રમ 108 પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ ખાતે યોજાયો હતો. જેમાં પ્રભુ નેમીનાથ ભગવાનના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ભગવાનની દીક્ષા અંગીકાર દિવસ પણ ઉજવાયો હતો.

Kutch: ગાંધીધામના ખારી રોહરમાં મોડી રાત્રે તંત્રએ ધાર્મિક દબાણ હટાવ્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત









