પાટણ જિલ્લામાં વઢીયાર વિસ્તારના શંખેશ્વર તાલુકામાં શનિવારે રાત્રીના 10 કલાકે ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જે રવીવારના પણ યથાવત રહ્યો હતો. શંખેશ્વર તાલુકા માં શનિવારના રાત્રીના 9 વાગ્યાથી રવીવારના બપોરના 3 વાગ્યા સુધી 14 મીમી વરસાદ નોંધાયો હતો. તાલુકાના ખંડીયા, પંચાસર, બોલેરા, લોલાડા, જેસડા, મોટી ચંદુર, રણોદ રૂની, પાડલા, ધનોરા, સિપુર, કુવર, ટુવડ તેમજ કુંવારદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદથી સીમ વિસ્તારના વાવેતરને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









