શંખેશ્વર તાલુકાના નવી કુવર ગામે રહેતા અને ખેત મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા ઠાકોર અંબારામભાઈ સોમાભાઈ ભાઈએ ભાગે આવેલી જમીન માં ખેત મજુરી કરી પરીવાર નું ગુજરાન ચલાવતા હતા તેવામાં ગત તારીખ 17 જુલાઈના રોજ અંબારામભાઈ અને તેમનો નાના ભાઈ ભોપાજી સાથે તેમનો દીકરો દીનેસજી સુબાપુરાની સીમમાં તેમના કીબાસર નામના ખેતરે કપાસની વાવણી કરી રહ્યા હતા તે સમયે તેમનો ભાઈ સેંધાજી સોમાજી ઠાકોર સહીત અન્ય ત્રણ તેમના ભત્રીજાઓ અંબારામના ખેતરમાંથી ટેકટર લઈને નીકળ્યા હતા તેથી અંબારામ અને ભોપાજી એ ટેકટર ઉભું રખાવી સેંધાજી ને કહ્યુ કે તમારો રસ્તો હોય ત્યાંથી તમે ટેકટર લઈને નીકળો અમારા ખેતરમાંથી કેમ નીકળતો છો આવું કહેતાં સેંધાજીએ અંબારામને માથાના ભાગે ઊંધું ધારીયું માર્યુ હતું અને ભોપાજી વચ્ચે છોડાવવા જતાં ભોપાજીને લોખંડની ટોમી મારી ગડદા પાટુનો માર મારી લોહી લુહાણ કરી ઈજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આથી બંન્ને ઈજાગ્રસ્તો ને દીનેસજી એ સારવાર અર્થે શંખેશ્વર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા અને વધું સારવાર અર્થે શંખેશ્વરથી પાટણના ધારપુર ખસડાયા ખસેડયા હતા. તેથી અંબારામે શંખેશ્વર પોલીસ સ્ટેશને ચાર શખ્સો સામે ગુન્હો નોંધાવ્યો હતો અને શંખેશ્વર પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Gandhinagar: ગુજરાતમાં પોલિયો મુક્ત અભિયાનનો પ્રારંભ, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી કરાવ્યો શુભારંભ









