પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને ખોરસમ પાણીની પાઇપલાઇનના માધ્યમથી સિદ્ધિ સરોવરમાં પાણી નાંખીને ફ્લ્ટિર પ્લાન્ટના માધ્યમથી શહેરીજનોને પાણીનો પુરવઠો વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ત્રણેક દિવસથી ખોરસમથી આવતી પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી સર્જાતા શહેરીજનો છેલ્લા ત્રણેક દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાણીના ટેન્કરો લોકોને પૂરતા પ્રમાણમાં મળતા નથી અને મળે છે તો તેના ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. ટેન્કરનું વિતરણ કરતા સંચાલકોએ લોકોની પાણીની ગરજનો મોકો જોઈ બે થી ત્રણ ઘણા ભાવ લૂંટવામાં કોઈ કસર બાકી ના રાખતાં શહેરીજનોની હાલત ખૂબ જ કફોડી બની રહી હતી. બીજી તરફ્ નગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા ખોરસમ પાણીની પાઇપલાઇનમાં જે વાલ્વમાં ખામી સર્જાઇ છે. તેની 10 થી 15 ફુટ ઊંડી કુંડીમાં ઉતરીને વોટર વર્કસ શાખાના કર્મચારીઓ વાલ્વને રીપેરીંગ કરવાની કામગીરીમાં લાગ્યા હતા. સાંજે વાલ્વ રીપેરીંગની કામગીરી પુરી થતા પાઇપલાઇનમાં પાણી છોડવામાં આવ્યું છે. સિદ્ધિ સરોવરમાં પાણી ભરીને લોકોને પાણીનો પુરવઠો સમયસર મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Gandhinagar : ગૃહ વિભાગનો મોટો નિર્ણય, 550 કિમી લાંબી બોર્ડર રેન્જનું કરાયું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી









