સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે વાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિવારે સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી, શહેર ક્ષત્રિય સમાજ સંગઠન તેમજ શિવમ પેલેસ પરિવાર દ્વારા સિદ્ધપુર તાલુકામાં નવનિયુક્ત સરપંચ, ઉપસરપંચ અને શહેર તાલુકા સંગઠનમાં નિયુક્ત થયેલ હોદ્દેદારોનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમારોહમાં કોંગ્રેસમાંથી કેટલાક કાર્યકરો, હોદ્દેદારો ભાજપમાં જોડાઈને ભગવો ધારણ કર્યો હતો.


સિદ્ધપુરના વાલકેશ્વ મહાદેવ પરિસરમાં આયોજીત આ કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચો, ઉપસરપંચો, તાલુકા અને શહેરના હોદ્દેદારો તેમજ ભાજપમાં જોડાયેલા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈ શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખ કિરણસિંહ ઠાકોર , કિરણસિંહ રાજપુત તેમજ અન્ય કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જે સર્વેનું પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શાલ ઓઢાડી ભાજપનો ખેસ પહેરાવી ભાજપ પરિવારમાં સામેલ કર્યા હતા. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. સિદ્ધપુરના આર્થિક વિકાસના પાયા નાખનાર સરસ્વતી નદીમાં બની રહેલ રીવર ફરન્ટ યોજનાના ભારોભાર વખાણ કરી જણાવ્યું હતું કે આગામી તા.17/09/2025ના રોજ સરસ્વતી નદી ચારે કાંઠે પાણીથી ભરાયેલી હશે, જે પાણી બારેમાસ રહેશે. બારેમાસ પાણી રહેવાના કારણે સિદ્ધપુરમાં યાત્રાળુઓનો વધારો થશે. જેનો ફાયદો સ્થાનિક વેપારીઓને પણ થશે. આ પ્રસંગે શિવમ પેલેસ પરિવારના રણજીતસિંહ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી, દિલીપજી ઠાકોર, પ્રહલાદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ,કારોબારી ચેરમેન રશ્મીનભાઈ દવે, સોનલબેન ઠાકર, ડો. સુશીલાબેન પટેલ, ગોપાળજી રાજપૂત, શંભુભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, નંદુભાઈ માસ્તર સહિત તાલુકા અને શહેર ભાજપના મહામંત્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરઓ, સરપંચઓ, તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: