પાટણ શહેરના નિર્મળ નગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ સમસ્યાથી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ આજે ક્ષેત્રની ਮੁલાકાતે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરી લઈને ભારે આડે હાથ લીધા હતા. લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોએ ધારાસભ્ય સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

પાટણે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે

સ્થાનિક મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લઇને સીધા સવાલો કરતા જણાવ્યું હતું કે, પાટણની જનતા તમને જંગી મતોથી જીતાડે છે અને આખા ગુજરાતમાં ભાજપની લહેર હોવા છતાં પાટણે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે. 

ધારાસભ્ય કેમ અત્યાર સુધી સ્થિતિ જોવા ન આવ્યા

રહિશોએ આક્રોષ વ્યક્ત કર્યો હતો કે આમ છતાં, આટલા સમયથી નિર્મળ નગરના રહીશો ગટરના દૂષિત પાણીની હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં ધારાસભ્ય કેમ અત્યાર સુધી સ્થિતિ જોવા ન આવ્યા.

કિરીટ પટેલ સ્થાનિકોના ટોળા વચ્ચે ઘેરાઈ ગયા 

મહિલાઓના આક્રોશ અને ભારે સવાલોના મારા વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ સ્થાનિકોના ટોળા વચ્ચે ઘેરાઈ ગયા હતા. રહીશોએ માંગ કરી હતી કે વહેલી તકે ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 


આ પણ વાંચો  :    Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ