કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલા રીવરફરન્ટની મુલાકાત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી જય બારોટ તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં સારા વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે. જેને લઈ અમે મા સરસ્વતીના દર્શન કરી પૂજા અર્ચના કરી વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે. આવનાર સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં 365 દિવસ પાણી ભરાયેલા રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે વર્ષો પહેલા સિદ્ધપુરમાં માં સરસ્વતી નદીની જે ભવ્યા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










