પાટણની HNGU સંલગ્ન પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ માત્ર ગુગલ પર હોવાનું સામે આવ્યું છે, તેજસ મજમુદાર નામનો વ્યક્તિ પંચજન્ય કોલેજ ને ગુગલ પર સર્ચ કરનાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરી વોટ્સઅપ કોલથી અને માત્ર ચેટિંગથી જ વાતો કરતો હતો અને નવસારીની વિદ્યાર્થીની તેનું ટ્રાન્સ્ક્રીપટ સર્ટીફિકેટ લેવા HNGUમાં આવી ત્યારે સમગ્ર હકીકત સામે આવી.


[[$googlead]]

કોલેજની તમામ પરીક્ષાઓ માત્ર ઓનલાઇન લેવામાં આવતી હતી

આ સમગ્ર ઘટનામાં કોલેજની તમામ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી હોવાની વાત સામે આવી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા વિદ્યાર્થીની HNGU આવી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને પંચજન્ય કોલેજ તરફથી મળેલ 2024ના સર્ટીમાં 2022 મા સ્વર્ગવાસ થયેલ HNGUના રજીસ્ટ્રાર ડૉ ડી.સી.પટેલની સહી સામે આવતા સમગ્ર કૌભાંડ હોવાનું સામે આવ્યું છે.

[[$alsoread]]

HNGU પરીક્ષા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

ગુગલ પર દર્શાવેલ વડોદરાની પંચજન્ય કોલેજના સ્થળે બાળકોની પ્લે ગેમની દુકાનની હકીકત સામે આવી છે, પંચજન્ય કોલેજના નામે અન્ય વિદ્યાર્થીઓ પણ છેતરાયાનો ભોગ બન્યાની શંકાને લઈને HNGU પરીક્ષા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીની વિરાણી નેરીસાને એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ઓનલાઈન ઘરે બેઠા બી.બી.એ અને એમ.બી.એ.નો અભ્યાસ વડોદરામાં પંચજન્ય ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ સ્ટડીઝ નામની કોલેજમાં મળશે અને વર્ષ 2009 માં BBAમાં પ્રવેશ આપ્યો હતો, એક વિધાર્થીના કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હોવાની વાત સામે આવી છે.

 

  • Follow us on: