શંખેશ્વર તાલુકામાં ચોમાસુ આવતાંની સાથે ગ્રામીણ વિસ્તારોમાં સમસ્યાઓનો ગંજ ખડકાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્ન હોય કે કાદવ કીચ્ચડ થવાનો અથવા રસ્તાઓ ઉપર ખાડાઓ પડવા જેવા પ્રશ્નો જોવા મળે છે. આવો જ એક પ્રશ્ન શંખેશ્વર તાલુકાના ઈસ્લામપુરા ગામે સામે આવ્યો હતો. ઈસ્લામપુરામાં સામાન્ય વરસાદ વરસતાં ગામના બાબરીયાવાસ વિસ્તારમાં રસ્તાઓ ઉપર કાદવ કીચ્ચડ જોવા મળ્યા હતા. જેના કારણે બાબરીયા વાસના રહીશોને છેલ્લાં કેટલાક દિવસોથી પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે વિસ્તારના રહીશોએ જણાવ્યું કે સામાન્ય વરસાદ વરસવાની સાથે કાદવ કીચ્ચડથી રસ્તાઓ ઉપર ચાલવું મુશ્કેલ બને છે. જેથી કરીને બાળકો તેમજ વૃધ્ધોને ઘરની બહાર નિકળવામાં પણ તકલીફ્ વેઠવાનો વારો આવે છે. તેમાંય કોઈ બીમાર વ્યક્તિને સારવાર અર્થે દવાખાને જવું હોય તો વાહનો પણ ના જઈ શકે તેવી આ વિસ્તારની સ્થિતિ છે. ત્યારે આ બાબતે ગામના સરપંચ, તલાટી અને તાલુકાનું વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાશે કે કેમ તેવો પ્રશ્ન ઈસ્લામપુરા ગામની પ્રજામાં ઉઠવા પામ્યો છે.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









