પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ભારે ચર્ચામાં આવી છે. ભૂતકાળના તમામ વિવાદોને ભૂલીને લોકગાયિકા કિંજલ રબારીએ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી છે અને પ્રભુતામાં પગલાં માંડી લીધા છે.
સમાજના યુવક સાથે સમાજની રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા
કિંજલ રબારીએ પોતાના જ સમાજના યુવક સાથે સમાજની રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. તેઓ ગોતરકા ગામના વતની મુકેશ રબારી નામના યુવક સાથે પરણિન સૂત્રે બંધાયા છે. મુકેશ રબારી વ્યવસાયે શિક્ષક હોવાની માહિતી સામે આવી છે. આ લગ્ન પ્રસંગ કોઈ ભવ્ય આયોજનના બદલે માત્ર નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં અત્યંત સાદા સમારંભમાં યોજવામાં આવ્યો હતો.
