સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ગેરકાયદે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી સિધ્ધપુર પોલીસને મળતા બાતમી વાળી જગ્યાએ રેડ પોલીસ ત્રાટકતાં ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમાતા કુલ 9 શખ્સો પોલીસના ઝપટે ચડી ગયા હતા પોલીસે તમામની પાસેથી રોકડ રકમ સહિત રૂપિયા 9 લાખ 62 હજાર 250 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


શ્રાવણ માસ પુરો થયો હોવા છતાં પણ કેટલીક જગ્યાએ હજું સુધી ખુણેખાંચકે પોલીસથી દુર રહીને કેટલાક શકુનીઓ હારજીતનો જુગાર રમી રહ્યા છે અને પોલીસ પણ સતત વોચ ગોઠવી જુગાર રમતા શખ્સોને ઝડપી રહી છે. સિદ્ધપુર પોલીસ મથકના પી.આઈ. જે.બી. આચાર્યની ટીમને મળેલી બાતમીના આધારે લુખાસણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય રેડ કરતા જુગાર રમતા કુલ નવ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂ 67,250 સહિત 9 નંગ મોબાઈલ ફોન કિંમત રૂ 75 હજાર તથા 8.20 લાખના બે વાહનો મળી કુલ મુદામાલ રૂપિયા 9 લાખ 62 હજાર 250 નો કબજે કરી તમામની સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


  • Follow us on: