પાટણ શહેરમાં બહુચર પમ્પીંગ સ્ટેશન નજીક આવેલા માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝીંગ લાઈન આજે તૂટી ગઈ હતી. આ ઘટનાને પગલે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા શહેરના તમામ ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશનો રવિવારે બંધ રાખવામાં આવ્યા હતા. પાલિકાની ટીમ યુદ્ધના ધોરણે લાઈનનું સમારકામ શરૂ કર્યું હતું.
પાટણ નગરપાલીકાએ શહેરવાસોઓને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ કરી છે. લાઈનનું રિપેરીંગ પૂર્ણ થયા બાદ પમ્પીંગ સ્ટેશનો નિયમિત રીતે કાર્યરત કરવામાં આવશે. નાગરિકોને આ કટોકટીની પરિસ્થિતિમાં સહકાર આપવા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા વિનંતી કરવામાં આવી હતી. નગરપાલિકાએ શહેરવાસીઓને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ કરી છે. લાઈનનું રિપેરીંગ પૂર્ણ થયા બાદ પમ્પીંગ સ્ટેશનો નિયમિત રીતે કાર્યરત કરવામાં આવશે. નાગરિકોને આ કટોકટીની પરિસ્થિતિમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.










