સરસ્વતી તાલુકાના કોઈટા ગામની મહિલાએ તેના પિયરમાં જ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ધારપુર હોસ્પિટલ લવાઈ હતી.


જ્યાં તેનું મોત નિપજતાં વાગડોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુળ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોઈટા ગામની મહિલાએ ઘરમાં જ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ધારપુર લવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં તેની માતાએ વાગડોદ પોલીસે જાણ કરી હતી. આ અંગે પોલીસ સમક્ષ મૃતક મહિલાની માતાએ તેમની દિકરીને સાસરીમાં કોઈ અણબનાવ ન હોવાનું તથા દિકરી જીદ્દી સ્વભાવની હોવાથી નાની નાની વાતોમાં લાગી આવતું હોવાથી આવેશમાં આવી દવા પીધાનું નિવેદન નોંધાવતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: