પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે શહેરના વોર્ડ નં.6માં આવેલ બીએમ હાઈસ્કૂલની પાસે ભૂગર્ભ ગટર ઉભરાવવાના કારણે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર રેલાઈ રહ્યા છે. આ જાહેર રસ્તા પર થઈ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી આનંદ સરોવર સુધી જઈ રહ્યું છે. જેના લીધે આનંદ સરોવરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
આ જાહેર રસ્તા પરના ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી શહેરના રાહદારીઓને પસાર થવું પડે છે અને અહીં બીએમ હાઈસ્કૂલ આવેલી હોવાથી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. અહીં બાજુમાં જનતા હોસ્પિટલ અને બ્રહ્મસમાજની વાડી પણ આવેલી છે. ભૂગર્ભ ગટર જાહેર રસ્તા ઉપર ઉભરાવાના કારણે ગંદકીનં સામ્રાજ્ય પણ થવા પામ્યું છે. નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગી બીએમ હાઈસ્કૂલ આગળ ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ દિપક પટેલે માંગ કરી છે.










