ગણતરીના કલાકોમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસવાને કારણે સિદ્ધપુરના અન્ડરપાસમાં તેમજ પિૃમ તરફના વિસ્તારમાં આવેલી સોસાયટીઓના જાહેર રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉમા પાર્ક સોસાયટી, દેથળી ચાર રસ્તા, નર્સિંગ કોલેજથી મોઢેશ્વરી સોસાયટી તરફ જવાના ઉભા રોડ ઉપર કમર સમા પાણી ભરાઈ ગયા હતા જેને કારણે લોકોને ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પણ 4 થી 5 કલાક સુધી પાણીનો ભરાવો થયાવત રહ્યો હતો.

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના









