પાટણના પ્રસિદ્ધ પદ્મનાભ મંદિર જે રેતીના ભગવાન તરીકે જાણીતા છે, ત્યાં સોમવારથી સાત દિવસીય રાત્રિમેળાનો પ્રારંભ થયો છે. આ મેળો લોકપ્રિય રીતે રેવડિયા મેળા તરીકે ઓળખાય છે.


મેળાના ઉઘ્દાટન સમારોહનો પ્રારંભ વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે મંત્રી બન્યા પછી પ્રથમવાર પાટણની મુલાકાત અને પદ્મનાભ ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો એ બાબતે તેઓ આનંદ અનુભવે છે. તેમણે જણાવ્યું કે માટીના ઢગને ભગવાન પદ્મનાભ સ્વરૂપે પૂજવાની પરંપરા લોકઆસ્થા અને શ્રાદ્ધાનું અનોખુ પ્રતીક છે. મેળામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રાત્રિ મેળાનો આનંદ માણતા હોય છે. પ્રવીણ માળીએ વધુમાં જણાવ્યું કે અહીં દર વર્ષે લોકો ઈકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે મેળો માણવા આવે છે. તેથી મંદિર પરિસર આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગને સૂચના આપવામાં આવી છે. જેથી ભાવિકો પ્રકૃતિના સાક્ષી બનીને ઈકો ફ્રેન્ડલી વાતાવરણમાં ભગવાનના દર્શન કરી શકે. આ પ્રસંગે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ, હોદેદારો અને કાર્યકરો સહિત અનેક શ્રાદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: