શંખેશ્વર જૈન તિર્થ ખાતે અનેક ધર્મશાળા આવેલી છે અને તે સંસ્થાઓના ગટરના પાણીના કનેક્શનો ગ્રામ પંચાયતની ગટર લાઈનમાં નાખવામાં આવેલાં છે. તેથી અવાર નવાર ગટરો ઉભરાવાના પ્રશ્નો સામે આવતા હોય છે અને તેમાં ખાસ કરીને સુખધામ પાસે આવેલી મેન કુંડી તેમજ કુંવારદ રોડથી ખોડીયાર નગર તરફ્ના રસ્તે આવેલી કુંડી ઉભરાવાથી ખોડીયાર નગરના બંન્ને તરફ્ના રસ્તાઓ તેમજ સુખધામ પાસે આ ગટરના પાણી રસ્તા ઉપર જોવા મળતાં હોય છે. આ વિસ્તારમાં પાંચ જેટલી સંસ્થા ઓ તેમજ ગામના અમુક વિસ્તારના ગટરના કનેક્શન પંચાયતની ગટર લાઈન માં જોડાયેલાં છે અને તેનું મેન ચેમ્બર સુખધામ પાસે આવેલું છે આથી ચેમ્બરની ક્ષમતા કરતાં વધુ ગટરનું પાણી આ ચેમ્બરમાં આવતું હોવાથી આ વિસ્તારની ગટરો ઉભરાવાની સમસ્યા ઉભી થવા પામે છે પરંતું પાંચ સંસ્થાઓનું વીભજન કરી ત્રણ સંસ્થાઓના ગટર લાઈનનાં કનેકસનો કોઈ અન્ય ચેમ્બર માં જોઈન્ટ કરવામાં આવેતો આ સમસ્યા નો કાઈમી ઉકેલ આવે તેવું જાણવા મળ્યું હતું પરંતું હાલતો ખોડીયાર નગરના રસ્તે સુખધામ પાસે ગટર ઉભરાવાનો પ્રસ્ન અને ગટર લીકેજ બાબત તલાટી અને સરપંચના ધ્યાન માં આવતાં તાત્કાલીક માણસો મોકલી સુખધામ પાસે આવેલા ચેમ્બરની સાફ્ સફાઇ કરી ચેમ્બર લીકેજ હોવાથી ઢાંકણું બદલી લીકજ બંધ કર્યુ હતું અને સુખધામ પાસે ખોડીયાર નગરમાં ગટર ઉભરાવાનો પ્રસ્ન હલ થયો હતો.

Vadodara: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે અત્યાધુનિક ઇ-બસોનું લોકાર્પણ, પ્રથમ તબક્કામાં 30 બસો શહેરીજનોની સેવામાં તૈનાત









